સ્ત્રીમાં જેમ ઓવરી કે ગર્ભાશય હોય છે એમ પુરુષોમાં પ્રોસ્ટેટ નામની ગ્રંથિ હોય છે અને એમાં થતા કેન્સરને પ્રોસ્ટેટ કેન્સર કહે છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સર ૬૦ વર્ષની ઉંમર પછી જ જોવા મળે છે. કેટલાક કેસમાં ૫૦ વર્ષની ઉંમર પછી પણ એ જોવા મળી શકે છે.